Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ "B" ડીવીઝન પોલીસે બાળકોનું અપહરણ કરી ભીક્ષાવૃત્તિનો ધંધો કરાવતા દંપતિને ઠક્કર...

દાહોદ “B” ડીવીઝન પોલીસે બાળકોનું અપહરણ કરી ભીક્ષાવૃત્તિનો ધંધો કરાવતા દંપતિને ઠક્કર ફળીયા વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

KEYURKUMAR PARMAR –– DAHOD 

આંતર રાજ્યમાં નાના બાળકોનું અપહરણ કરી હ્યુમન ટ્રાફીકિંગ ભિક્ષાવૃત્તિના ધંધામાં ધકેલી આપતી ટોળકીઓ ઉપર વોચ રાખી આવા ઇસમો પાસેથી નાના બાળકોને છોડાવી આવી પ્રવૃત્તિ આચરતિ ટોળકીઓને ઝડપી પાડવા સારૂ જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડી અને દાહોદ જિલ્લામાં જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. ત્યારે દાહોદ “B” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ આવા ઈસમોને પકડવા દાહોદ બસ સ્ટેન્ડ તથા દાહોદ રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમા નાના છોકરાઓને સાથે લઈ ભીખ મંગાવતા ભિક્ષુકો ઉપર સતત નજર રાખી રહી હતી. તે દરમિયાન “B” ડીવીઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અયુબભાઈને ખાનગી રાહે બાતમી મળી કે ભીક્ષુક દંપતી બે બાળકોને સાથે રાખી તે બાળકો પાસેથી જબરજસ્તી ભીખ મંગાવી રહ્યા છે તેવી બાતમી મળતા “B” ડીવીઝન પોલીસે બાતમીના આધારે બાતમી વાળી જગ્યા પર જઈ બન્ને પતી પત્નીથી બાળકો વિશે પૂછતાછ કરતા કોઈ સંતોષ કારક જવાબ ન મળતા “B” ડીવીઝન પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા પોતે બાળકોને અલગ અલગ રાજ્યથી ઉઠાવી ભીક્ષાવૃત્તિ કરાવતા હોવાની કબૂલાત કરતા દાહોદ “B” ડીવીઝન પોલીસે પતી પત્ની સામે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલાંએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ ના આદેશ આપ્યા છે. અને આના છેડાં ક્યાં ક્યાં જોડાયા છે તેની પુરે પૂરી તપાસ થશે અને આ બાળકો ને પણ ક્યાંથી લાવ્યા છે તે શોધી કાઢી તેમને પણ પરિવાર સાથે મેળવવાની દિશામાં દાહોદ પોલીસ આગળ વધી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments