KEYUR PARMAR – DAHOD
ખેડા અને આણંદ જિલ્લાના સરહદે આવેલ પણસોરા ગામથી 2.કિ.મિ દાહોદ થી નડિયાદ LIC ની ટ્રેનિંગમાં ૧૦ થી ૧૨ ડેવલોપમેન્ટ ઑફીસેરો (D.O.) પોતાની પર્સનલ કારોમાં વહેલી સવારે દાહોદથી જવા નીકળ્યા હતા. અને તેમાં દાહોદમાં GJ-20 N-8409 નંબરની સીફ્ટ કારમાં દાહોદના ડેવલોપમેન્ટ ઓફિસર સુરેશ બામણીયા, વિમલ પરમાર, રાજેશ સેવક અને જાકીર સૈયદ જઈ રહ્યા હતા ત્યારે નડિયાદ પહોંચવાની થોડીક વાર હતી તેવા સમયે પણસોરા ગામ પાસે ટર્નિંગ પર સામેથી આવતા ડમ્પર નંબર GJ-07 YZ-2447 સાથે તેઓની કાર ધડાકાભેર અથડાતા ધમખવાર અકસ્માત સર્જાયો હતો જેના પગલે દાહોદ ના ૨ (બે) ઓફિસરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેમાં જાકીર સૈયદ અને રાજેશ સેવક હતા અને અને અન્ય ૨(બે) જણામાં સુરેશ બામણીયા અને વિમલ પરમાર ઘયલ હતા જેમાં સુરેશ બામણીયા ગંભીર હતા જેઓનું પણ મોત થયું છે અને વિમલ પરમાર પોતે હાલ ખતરાથી બહાર છે.
પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી અને ત્રણે મૃતકોની બોડી ખેડાના ચકલાસી સિવિલ ખાતે મોકલી અપાઈ હતી અને હાલ ત્રણે મૃતકોનું પોસ્ટમોર્ટમ ખેડાના ચકલાસી ગામે ચાલી રહ્યું છે અને દાહોદથી તેઓના સગાસંબંધી ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને પોસ્ટમોર્ટમ બાદ ત્રણે અધિકારીઓની લાશને તેમના પરીજનોને સોંપાશે કારણ કે મૃતકમાં બામણીયા સુરેશ દાહોદના છે, વિમલ પરમાર દાહોદના છે પરંતુ રાજેશ સેવક મૂળ બાલાસિનોરના વાતની છે અને જાકીર સૈયદ મૂળ ઠાસરાના વતની છે.