Crime Report – Himanshu parmar Dahod
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ચોરી, ધાડ, લૂંટ અને દારૂ ની હેરાફેરી વધી જતા તેને નાથવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ એ દાહોદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને આપેલ સૂચનાના આધારે દાહોદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાહોદ જિલ્લાના મોટા દારૂના બુટલેગર સાનું મડિયા પલાસને ઝડપી પાડ્યો હતો.
દાહોદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી અને ધાડ, લૂંટ, ચોરીના અને દારૂના કુલ 52 ગુના જેમાં દાહોદ જિલ્લાના 24 અને અન્ય જિલ્લાના 28 ગુનામાં વોન્ટેડ હતો તથા હાલમાં છેલ્લા બે મહિના અગાઉ દાહોદના એક બિલ્ડર ના રેન્સમ ના કેશમાં બિલ્ડર નું પાપહરણ કરી અને કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી. જોકે આ બાબતે દાહોદ જિલ્લા પોલીસ વડા ને રજુઆત કરતા તેઓએ આ ઘટનાની ગઁભીરતાને ધ્યાને લઇ આજ સાનુ અને અન્ય આરોપી વિરુદ્ધ રેન્સમ નો કેશ દાખલ કરી અને તેની શોધ ખોળ શરુ કરી હતી.
અને આજે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ વીર સિંહ ની સીધી સૂચનાથી દાહોદ જિલ્લા LCB, રૂરલ પોલીસ, SOG અને પેરોલ ફરલો સ્કોડ ની ટીમે ભેગા મળી અને દાહોદ જિલ્લાના ચીલા કોતા અને મતવાના જંગલોનો લાભ લઇ અને નાસી જતો અને સંતાતો ફરતો દાહોદ જિલ્લાનો કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ આરોપી સાનુ મડિયા પલાસ ને આજે દાહોદ જિલ્લાની આ પોલીસ ટીમે વોચ ગોઠવી અને હોળીના તહેવારોમાં દાહોદ જિલ્લામાં પોતાન ગામ મતવા આજુબાજુ તેની તાપસ કરાવી ખાનગી માહિતી અને સૂચનાથી પોલીસ ની ટીમે તેને જબ્બે કર્યો હતો. અને આ સમાચાર પ્રસરી જતા નાના બુટલેગરોમાં સોપો પડી ગયો હતો અને દાહોદ જિલ્લા પોલીસ ટીમે પ્રશન્શીનય કામગીરી કરતા દાહોદ જિલ્લા પોલીસ વડાએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.