KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ LCB પો.ઇ. ડી.વી.તડવી તથા સ્ટાફના સભ્યો સાથે ગરબાડા પો.સ્ટે.વિસ્તારના નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરી તથા પ્રોહી. નાકાબંધીમાં હતા. તે દરમિયાન બાતમીને આધારે જેસાવાડા પો.સ્ટે.ના પાંદડી ગામના રમસુભાઇ રંગજીભાઇ ડામોર વિદેશી દારૂ ભરીને મધ્યપ્રદેશ થી જીજે–૨૦એન–૦૮૬૩ ક્રૂઝર ગાડી પાંચવાડા ગામ તરફથી આવનાર હોઇ જે બાતમીના આધારે નાકાબંધી કરી ઉપરોક્ત ગાડીને દાહોદ LCB ને પકડવામાં સફળતા મળેલ છે.
વધુ વિગત માટે “PERSONA PLUZ” ની એકવાર અવશ્ય રૂબરૂ મુલાકાત લો.
તેઓએ કુલ પેટી નંગ ૩૬ કિંમત રૂપિયા ૧,૦૬,૮૦૦/- તથા ગાડી કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૪,૦૬,૮૦૦/-નો પ્રોહી ક્વોલિટી કેશ શોધી કાઢેલ છે.