Thursday, November 21, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ LCB પોલીસને ચોરીની મોટરસાઇકલ સાથે આરોપીને ઝડપી પાડવામાં મળેલ સફળતા

દાહોદ LCB પોલીસને ચોરીની મોટરસાઇકલ સાથે આરોપીને ઝડપી પાડવામાં મળેલ સફળતા

 

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક ખાતે તાજેતરમાં જ નજીકના દિવસોમાં ધાર્મિક તહેવારો આવતા હોવાથી તે બાબતને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સારું ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ડો.કાનન દેસાઈ નાઓએ મિલકત સંબંધી ગુના અટકાવવા તેમ જ શોધી કાઢવા સારું LCB PSI પી.બી.જાદવ ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને LCB PSI પી.બી.જાદવનાઓએ LCB ની જુદી જુદી ટીમો બનાવી અગાઉ વાહનચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી પ્રવૃત્તિઓ ઉપર વોચ ગોઠવેલ હતી તે દરમ્યાન આજ રોજ તા.૧૨/૦૮/૨૦૧૮ રવિવારે LCB PSI તથા LCBની ટીમોએ દાહોદ શહેરમાં પ્રવેશતા છુપા રસ્તા ઉપર નાસતા-ફરતા આરોપીઓની વોચ દરમિયાન નિમનળીયા કોલેજ ત્રણ રસ્તા ઉપર શંકાસ્પદ મોટરસાયકલ હીરો હોન્ડા CD Deluxe GJ – 20 E – 1983 ની સાથે આરોપી સુરેશભાઈ ઉર્ફે સુગી ચુનીયાભાઇ રાઠોડ રહે. મોટા વાંદરિયા, તા.જી.દાહોદ નાઓને ઝડપી પાડી તેની ઘનિષ્ટ પૂછપરછમાં સદર મોટરસાયકલ આજથી ૧૫ દિવસ પહેલા રાત્રીના સમયે દાહોદના શહેરના પરેલ રેલ્વે ક્વાટર્સ બહારથી ચોરી કરેલાની કબૂલાત કરેલ હોઈ તેમજ પકડાયેલ આરોપીની વધુ પૂછપરછમાં અન્ય બીજી મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ખુલવા પામે તેમ જણાઈ આવે છે.
આમ દાહોદ એલસીબી પોલીસને ચોરીની મોટરસાયકલ સાથે આરોપી સુરેશભાઈ ઉર્ફે સુગી ચુનીયાભાઈ રાઠોડ રહે.મોટા વાંદરિયાનાઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments