દાહોદ જીલ્લો બોર્ડરનો જીલ્લો હોઈ બહાર ના રાજ્યમાંથી થતી માદક પદાર્થ ની હેર અટકાવવા માટે દાહોદ જીલ્લા પોલીસ મનોજ નીનામાની તથા નાયબ પોલીસ વડા હર્ષદ મેહતાના ના માર્ગ દર્શન હેઠળ તેમજ દાહોદ LCB INCHARGE પોલીસ ઇન્સ્પેકટર H.P.PARMAR ને બાતમી મળેલ મધ્ય પ્રદેશ ના ઝાબુઆ જીલ્લાના રૂણખેડા ગામનો વાતની પંકજ તોલિયા બારિયા અને તેની ભાભી રેસમ અનીલ બારિયા બંને કેફી દ્રવ્યની હેરાફેરી આંતર રાજ્ય સ્તરે કરે છે. અને તેઓ પોતાની મોટર સાયકલ MP 45MD 1450ની લઇ અને તેના ઉપર આ કેફી પદાર્થ દાહોદ તરફ આવી રહ્યા છે. જેથી દાહોદ LCB PI એ સ્ટાફ ના જવાનો સાથે દાહોદ ના ગલાલીયાવાડના ઘોળાડુંગ્રી પાસે વોચમાં ઉભા હતા તેવા સમયે આ મોટર સાયકલ ચાલકે પોલીસને ઉભેલી જોતા પોતે મોટર સાયકલ ફેકી નાસી છુટ્યો હતો જયારે તેની સાથે તેની ભાભી રેસમ નાસવામાં નિષ્ફળ જતા દાહોદ LCB પોલીસે પકડી પાડી અને તેની પાસેથી 29.243 કી.ગ્રામ પોસ દોડા કિંમત રૂપિયા 14,621/- ના કબજે કરી NDPS એકટ ની (1985 ) ની કલમ 8(C ),18 મુજબ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
HomeDahod - દાહોદદાહોદ LCB પોલીસે આંતર રાજ્યમાંથી માદક પદાર્થ લઈને આવતી મહિલાને 29.243કી.ગ્રામ પોસ દોડા...