દાહોદની St.Stephen’s હાઈસ્કૂલને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018-19ની જિલ્લાની સર્વશ્રેષ્ઠ સ્કૂલ જાહેર કરવામાં આવી.
દાહોદ જિલ્લો એસપીરન્ટ જિલ્લા તરીકે જાહેર થયા પછી દાહોદ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ અને વિકાસ લક્ષી યોજનાઓનો સારી રીતે અમલ થાય અને તેનો લાભ લોકો મળે તે માટે સરકારે દરેક ક્ષેત્રે ગુણવત્તાના માપ નક્કી કરી અને તેને વધુ સારી રીતે કેમ પીરસી શકાય તે માટે સરકારી તંત્ર કટિબદ્ધ છે.
દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. જેમાં વિવિધ યોજનાઓ હેઠળ શાળાઓના ઓરડા નવા બનાવવા, શિક્ષણની ગુણવત્તા સુધારવી, શિક્ષકોને પણ નવી પદ્ધતિઓથી પ્રશિક્ષિત કરવા, શાળાઓમાં સ્વચ્છતા રાખવી, અને ડિજિટલાઈજેશનને મહત્વ આપવું. આ તમામ બાબતોની જિલ્લામાં જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક શાળાઓમાં ઇન્સ્પેકશન કરી અને માહિતી એકત્રિત કરી રેન્કિંગ આપવામાં આવે છે. જે મેરિટના અઢારે સમગ્ર દાહોદ જિલ્લાની શાળાઓમાં શ્રેષ્ઠ શાળા તરિકે દાહોદ ની St. Stephen’s હાઈસ્કૂલને જાહેર કરવામાં આવી છે અને શાળાના આચાર્ય ફાધર પોલરાજને ઇનામની રાશિ રૂપે શાળાનો વધુ વિકાસ કરવા ₹. ૧ (એક) લાખનો ચેક રાજ્ય સરકાર તરફથી એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઇનામ મળતા દાહોદ સેન્ટ સ્ટીફન્સ શાળાનો તમામ સ્ટાફ ખુશી થી ઝુમી ઉઠ્યો હતો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશ થયા હતા. અને શાળાને ઈનામ મળ્યાની આ તમામ વિગત NEWSTOK24 ને શાળાના ઓફીસ સુપરિટેન્ડેન્ટ જોસપભાઈ જસ્ટિનભાઈએ આપી હતી.