Thursday, November 21, 2024
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાદેવગઢબારિયા તાલુકાના વાંદર ગામે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં વિકસિત...

દેવગઢબારિયા તાલુકાના વાંદર ગામે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં વિકસિત “ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ.

  • આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે શિક્ષણ ખૂબ જરૂરી ગામથી લઈ દેશના વિકાસ માટે આપણે સહિયારૂ યોગદાન આપીએ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ.
  • મંત્રીના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના વાંદર ગામે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી, જેમાં યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. એટલે જ ગામથી લઈ દેશના વિકાસ માટે આપણે સહિયારૂ યોગદાન આપીએ એવો મત તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય જણાવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ રહી છે. સ્વવિકાસથી ગામ અને ગામના વિકાસથી તાલુકા, જિલ્લા, રાજ્ય અને સમગ્ર દેશનો વિકાસ થશે. આ વિકાસયજ્ઞમાં આહૂતિ આપવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

તેમણે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, દરેક સામાન્ય નાગરિક પાસે આયુષ્માન કાર્ડનું હોવું ખૂબ જરૂરી છે. જેનાથી ગંભીર બીમારીના કારણે કોઈ પાસે હાથ ફેલાવવો ન પડે એ માટે સરકાર દ્વારા રૂ.૧૦ લાખની નિ:શુલ્ક આરોગ્ય સારવાર સહાય આપવામાં આવે છે. જેથી દરેક ગ્રામજને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ફરી રહેલા રથો થકી વર્ચ્યુઅલ માધ્યમથી ગ્રામજનો એ નિહાળ્યો હતો.

આ વેળાએ મંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે હાજર સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવી, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન, તાલુકા પંચાયતન પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, મામલતદાર સમીરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, સહિત અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments