Wednesday, January 22, 2025
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાદેવગઢ બારીયાની પોલીસ અને ગૌરક્ષક દળની ઉત્કૃષ્ઠ કામગીરી : ક્રૂરતા પૂર્વક બાંધેલા...

દેવગઢ બારીયાની પોલીસ અને ગૌરક્ષક દળની ઉત્કૃષ્ઠ કામગીરી : ક્રૂરતા પૂર્વક બાંધેલા અને કતલખાને લઈ જવાતા ૫ વાછરડાંઓને બચાવ્યા

તા.૦૨/૧૨/૨૦૧૯ ને સોમવારના રોજ સવારના અંદાજે ૦૯:૦૦ કલાકે દેવગઢ બારીઆના જીવદયા પ્રેમી વકીલ મૌલિકભાઈ શાહ તેમના પરિવાર સાથે વડોદરા જઈ રહ્યા હતા. તે દરમ્યાન એક ટાટા સુપર Ace ગાડી નીકળી, જેમાં ૫  વાછરડાં ભરેલા હતા. તેમને તુરંત જ દેવગઢ બારીઆ પોલીસ તથા ગૌરક્ષક ટીમને જાણ કરતા પોલીસ અને ગૌરક્ષકોએ ગાડી રોકી તેને ચેક કરતા ક્રૂરતા પૂર્વક બાંધેલા કતલખાને કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ૫ વાછરડાં બચાવવામાં આવ્યા. અને ૨ આરોપીઓની ધરપકડ કરી દેવગઢ બારીયા પોલીસે ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ છે. આ ૫ વાછરડાંને ગોધરા ખાતે આવેેલ જીવ કલ્યાણ પરવડી પાંજરાપોળમાં સુરક્ષિત મુકવામાં આવ્યા છે.

આ ૫ ગૌવંશને બચાવવાની કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, ગોવિંદભાઇ, જીતેન્દ્રભાઇ, રાકેશભાઈ & પોલીસ સ્ટાફ તેમજ દેવગઢ બારીઆ ગૌ રક્ષા દળ ટીમનો સારો સહયોગ મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments