દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મુખ્ય મથક દેવગઢ બારીયા સબજેલમાં સજા કાપી રહેલા બે કેદીઓ જેલગાર્ડની નજર ચૂકવી સબજેલની દીવાલ કૂદીને ભાગી જતા શહેર સહિત જિલ્લાના પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢબારિયા સબજેલમાં આજરોજ વહેલી પરોઢિયે કુખ્યાત બુટલેગર ભીખાભાઈ રાઠવા તેમજ પોકસોના આરોપમાં સજા કાપી રહેલો અન્ય એક કેદી કૌશિક ડામોર એમ બે કેદીઓ જેલગાર્ડની નજર ચૂકવી દિવાલ કૂદીને ભાગી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ઉપરોક્ત ઘટનાની જાણ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાને થતા ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા તેમજ એલ.સી.બી. તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડ ઘટના સ્થળે જવા રવાના થયા હોવાની પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે બન્ને કેદીઓ જેલ ની દીવાલ તોડીને કેવી રીતે ભાગ્યા તે હવે પોલીસ તંત્ર માટે તપાસનો વિષય બની રહેવા પામેલ છે.
દેવગઢ બારીયા સબજેલમાં સજા કાપી રહેલા બે કેદીઓ જેલગાર્ડની નજર ચૂકવી સબજેલની દીવાલ કૂદીને ભાગી જતા શહેર સહિત જિલ્લાના પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો
RELATED ARTICLES