THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
આજે તા.૧૪/૦૬/૨૦૨૨ ને મંગળવારના રોજ દાહોદ શહેર ખાતે કેન્દ્રની ભાજપની સરકાર અને આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૮ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
દેશના લોકલાડીલા PM નરેન્દ્રભાઈ મોદીની સરકારના સુશાસનના આઠ (૮) વર્ષના ઉપલક્ષમાં દાહોદ જિલ્લા યુવા મોરચા દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણી કરી હતી, જેના સમાપનના ભાગ રૂપે એક ભવ્ય તિરંગા યાત્રાનું ગોધરા રોડ સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલ પાસેથી આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દાહોદના ગોધરા રોડ ઉપરથી ભગિની સમાજ સર્કલ, માણેકચોક થઈ નગરપાલિકા સમાપન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, દાહોદ શહેર ભાજપ, પ્રમુખ પ્રશાંત દેસાઈ પાલિકા પ્રમુખ રીના પંચાલ, ઉપપ્રમુખ અબ્દી ચલ્લવાલા, કાઉન્સિલર નીરજ દેસાઈ, બીજલ ભરવાડ અહેમદ ચાંદ, તુલસી જેઠવાની તથા દાહોદ જિલ્લા યુવા મોરચા મહામંત્રી અલય દરજી, શહેર યુવા મોરચા પ્રમુખ હાર્દિક બારીયા, દાર્શિસ દિવાકર, તથા યુવા મોરચાના તમામ ઉત્સાહી કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા.