KEYUR PARMAR – BUREAU DAHOD
NEWS SPONSERD BY HONDA NAVI RAHUL MOTORS DAHOD
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં મગનભાઇ સવલાભાઈ પારગી રહે. મેડિયા ફળિયા, મહુનાળા તા. ધાનપુર પાસેથી તેજ ગામના તલાટી–કમ–મંત્રી નાનાભાઇ રૂપાભાઈ મકવાણા (ક્લાસ – III) ગૃપ ગ્રામ પંચાયત મહુનાળા તા. ધાનપુર રહે. દેવગઢ બારિયા કે જેઓનું મૂળ વતન પટેલના મુવાડા તા. બાયડ જિલ્લો અરવલ્લીના વતની છે તેઓની પાસે ફરિયાદી મગનભાઇ સવલાભાઈ પારગી પોતાના મકાનના આકારણી પત્રક માંગવા ગયા ત્યારે તે પત્રક માટે તે ગામના આરોપી તલાટી–કમ–મંત્રીએ તેના માટે રૂપિયા ૧૫૦૦/- અંકે રૂપિયા એક હજાર પાંચસોની લાંચ માંગી હતી. આ બાબતની ફરિયાદ કરતાં સુપરવિઝન આસી. ડિરેક્ટર પી.આર.ગેલોટ તથા દાહોદ ACB Incharge P.I. જે.એમ.ડામોર અને તેમની ટીમએ છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૧૫૦૦/- રોકડા રૂપિયા મેળવ્યા હતા. જે બાબતે લાંચ રુશવતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.