ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મુખ્ય મથક ધોરાજીના જુનાગઢ રોડ પર જાદુના શો દેખાડનાર જાદુગરના શો દરમિયાન મારમારી અને દંગલના દ્રશ્યો સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી. જાદુગર સાથે છુટાહાથની મરમારીનો બનાવ બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને અંતે સમગ્ર મામલો ધોરાજી પોલીસ મથકે પંહોચતા મરમારીનો ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના જુનાગઢ રોડ પર જાદુના શો કરવા માટે આવેલા જાદુગર રાજુભાઇ (છોટુભા) ચુડાસમાએ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવેલ કે ગત રોજ રાત્રિના ૦૯:૩૦ કલાકે સુરૂભાઈ વાળા નામના ધોરાજી ખાતે રહેતા ઇસમે જાદુનો શો શરૂ થાય તે સમયે જાદુના સમીયાણા પાસે જાદુના શો જોવા બાબતે બોલાચાલી કરી ઢીકા પારૂનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે બાબતે બીટ જમાદાર બી.એમ.ગંભીરે આરોપી વિરુદ્ધ ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી તપસ હાથ ધરી છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા મુજબ જાદુગરનો શો જોવા માટે મહિલાઓ, બાળકો મોટી સંખ્યામાં હજાર હતા. ત્યારે જાહેરમાં બંને બુજુએથી મરમારીના છૂટા દ્રશ્યો સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી અને જાદુના શો બહાર મારમારી ના દ્રશ્યો નિહાળવા કોકોના ટોળાં એકત્રિત થયા હતા. હાલ જાદુગરની ફરિયાદ અન્વયે પ્રાથમિક તપાસ ઠાઠ ધરાઇ છે, પરંતુ બનાવની વાસ્તવિકતા તપાસના અંતે સામે આવે તેમ છે તેવું તપાસનિશ અધિકારી જણાવ્યુ હતું.