THIS NEWS IS SPONSORED BY –– RAHUL
છેલ્લા કેટલાય સમયથી દાહોદમાં થતા કામોને લઈને કેટલીક વાર અસમંજસની ચર્ચાઓ જોર પકડતી હતી. જ્યારે કોઈ શહેર કે નગરને પ્રાથમિક સુવિધાઓથી લઈને બ્યુટીફિકેશન કરવાની કામગીરી ચાલતી હોય ત્યારે હકારાત્મક અને નકારાત્મક ચર્ચા થવી એ સ્વાભાવિક છે. નગરપાલિકા ટીમની જવાબદારીને 18 માસનો સમય થયો છે. આ 18 માસમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સ્ટ્રોમ વોટર, ભૂગર્ભ ગટર, સાઈન બોર્ડ, વોટર સપ્લાય પંપ, ટાંકી, ડોર ટુ ડોર કલેક્શન, ICCC બિલ્ડીંગ, છાપ તળાવ બ્યુટીફિકેશન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, એસટીપી પ્લાન્ટ, ટ્રાઇબલ મ્યુઝિયમ, ટ્રક ટર્મિનલ, નગરપાલિકા બિલ્ડીંગ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા મહત્વના કામો ચાલતા હતા અને ચાલી રહ્યા છે, પરંતુ આમાંથી કેટલાક કામો જેવા કે સ્ટ્રોમ વોટર (વરસાદી પાણીની લાઈન), ભૂગર્ભ ગટર, અને ગુજરાત સરકાર માંથી ગેસ લાઇન નેટવર્ક BSNL, JIO, AIRTEL જેવી કંપનીના કેબલની કામગીરી આવી કામગીરી રસ્તા ખોદીને કરવી પડતી હોય છે આવા કામોના કારણે નાગરિકોને રસ્તા પર અડચણો પણ થતી હોય છે તકલીફ ઊભી થતી હોય છે ઉપરોક્ત તમામ કામોમાંથી 25% કામો 2019 માં થયા 2020 માં કારણે કામો થઈ શક્યા નહીં ત્યારબાદ 75% કામો 2021 22 થી અત્યાર સુધી ચાલી રહ્યા છે તબક્કાવાર જે જે વિસ્તારોમાં તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થયા બાદ કેટલાક વિસ્તારના નવીન રોડની કામગીરી પૂર્ણ કરી અને કેટલાક વિસ્તારમાં નવીન રોડની કામગીરી હાલ ચાલુમાં છે.
NewsTok24 ના માધ્યમથી આપ સૌને જાણકારી આપવાની કે પીવાના પાણીની લાઈન, ગટર કનેક્શન, ગેસ લાઇન કનેક્શન જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ હશે તે જ વિસ્તારમાં નવીન રોડ કરવામાં આવી રહ્યા છે આવા વિસ્તારમાં શહેરના મુખ્ય માર્ગો નથી પરંતુ તમામ વોર્ડના ઇન્ટિરિયર રસ્તા છે જેની જાણકારી કદાચ સૌને ના હોય એ સ્વાભાવિક છે. આ કામો થકી ખુલ્લી ગટર મુક્ત દાહોદ નો સંકલ્પ પૂર્ણ થશે કચરાનું નિરાકરણ થશે પાર્કિંગ સુવિધા હેમંત ઉત્સવ બજારમાં ગેમ ઝોન અને ઇન્ટિરિયર વિસ્તારમાં નવીન રસ્તા બનશે.
- દાહોદના મુખ્ય માર્ગો અંદાજિત 13 કીમી રસ્તા સ્માર્ટ સિટી ડેવલમેંટ કંપની અને G.U.D.C. ના સહયોગથી કરવાની તમામ ટેન્ડર સાથેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે. મુખ્ય માર્ગો સિવાયના મુખ્ય માર્ગો થી કનેક્ટ માર્ગો નગરપાલિકા ના આયોજન દ્વારા બનશે.
- 15 મહિનામાં ભૂગર્ભ ગટર કનેક્શન સ્ટ્રોંગ વોટર તેમજ અન્ય કામગીરી થયા બાદ છેલ્લા ત્રણ મહિનાથી જે વિસ્તારમાં સંપૂર્ણ કામો પૂરા થયા છે તેવા વિસ્તારોમાં સીસી રોડના કામો ચાલી રહ્યા છે અને બાકીના વિસ્તારમાં તબક્કાવાર સીસી રોડનાં કર્યો પૂર્ણ થશે.
હાલમાં નગરપાલિકાએ ગ્રાન્ટના નાણાનો ખોટો વ્યય કર્યા વગર રૂપિયા 20 કરોડ જેટલા નાણાનો ઉપયોગ થતો તો નાણા ખોટા વેડફાઈ જતા પરંતુ આ રૂપિયા 20 કરોડ જેટલા નાણા સ્પેરમાં રાખી અને નવી ગ્રાન્ટ અંદાજિત રૂપિયા 10 કરોડના હાલમાં આયોજન સુચાર રૂપે કરી ગ્રાન્ટનો સદ્દઉપયોગ નવીન હેમંત ઉત્સવ બજાર માટે, ભૂગર્ભ કનેક્શન અને કનેક્ટિવિટી માટે, બ્યુટીફિકેશન કરવા, નગરપાલિકા પ્લોટની સેફટી માટે, આરોગ્ય વિભાગ Legacy Weste માટે, નવીન રસ્તા, નવી સ્ટ્રીટ લાઇટ, મીની મોક્ષ રથ, એમ્બ્યુલન્સ વગેરે માટેના આયોજન સુચાર રૂપે કરી ગ્રાન્ટનો સદ્દઉપયોગ કરી રહી છે. હાલમાં ચાલતા દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કુલ 91 પ્રોજેક્ટ હાથ પર છે. જેમાંથી 14 કામ પ્રોસેસ હેઠળ છે, 4 કામ મંજૂરી હેઠળ છે, 10 કામ ટેન્ડર હેઠળ છે, 28 કામોના વર્ક ઓર્ડર આપી દીધેલ છે, 14 કામો પ્રગતિમાં છે, 2 કામના ખાત મુહર્ત કરેલ છે તથા 19 કામો પૂર્ણ થઈ ગયેલ છે. દાહોદના જુદા જુદા વોર્ડના કુલ 14 વિસ્તારના રોડ રીસર્ફેસિંગના કામો અંદાજિત રૂપિયા 90 લાખ નાં કામો પૂર્ણતા નાં આરે છે. દાહોદ શહેરના નવ વોર્ડમાં કુલ 7,809 ભૂગર્ભ ગટર કનેક્શન આપેલ છે અને આ 9 વોર્ડમાં અંદાજે 64% જેટલા ઓપન ગટરમુક્ત વિસ્તાર થયા છે.
નગરપાલિકાના પક્ષના નેતા રાજેશભાઈ સહેતાઈને NewsTok24 ના માધ્યમથી દાહોદ શહેરમાં રેગ્યુલર પાણી એટલે કે દરરોજ પાણી ક્યારે મળશે તેઓ સવાલ પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે અમે ત્રણ મોટી પાણીની ટાંકીઓ બનાવવાના છે, જેમાં એક ગોધરા રોડ ઉપર, એક ઝાલોદ રોડ ઉપર અને એક ગોવિંદ નગર વિસ્તારમાં બનાવવાના છે. સ્માર્ટ સિટીનું કાર્ય પૂર્ણતાના આરે આવતા અને આ ત્રણ ટાંકી બની જતા તેમને ચોક્કસપણે કહ્યું હતું કે દાહોદની જનતાને પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી દરરોજ મળશે. વધુમાં તેઓને રોડ બાબતે પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે સ્માર્ટ સિટીમાં સ્માર્ટ રોડ બનશે સ્માર્ટ રોડની ક્લેરિફિકેશન કરતા તેઓએ કહ્યું હતું કે સ્માર્ટ સિટીના રોડ ફૂડ ખાડો રોડ પર ઊંડા ખોદી અને ત્યાર પછી કુલ સાત લેયરમાં એ રોડ બનશે અને એના અંદર ત્યાર પછી કોઈપણ જાતની તકલીફ નહીં આવે એવી પણ તે તેઓએ ખાતરી આપી હતી.
દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટ સિટી હેમંત ઉત્સવ બજાર કે જે અતિ આધુનિક સુવિધા સાથે સજ્જ થવા જઈ રહ્યું છે જેનું ટેન્ડરિંગ પણ થઈ ચૂક્યું છે. જેમાં પાર્કિંગ, ગેમ ઝોન અને સ્ટોલ પણ રહેશે. બીજું એવું કે સ્માર્ટ સિટી અંતર્ગત એક એક્ટ્રેક્ટિવ એન્ટ્રી ગેટ બનાવવાનું પણ નગર પાલિકાએ નક્કી કરે છે. કારણ કે કોઈ પણ બહાર ગામ થી આપણા સ્માર્ટ સિટીમાં આવે તો તેને પણ અદ્દભુત લાગે તેવો એક એન્ટ્રી ગેટ બનાવવાનું નક્કી કરેલ છે.
આ પત્રકાર પરિષદનું સંચાલન નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ અને પક્ષના રાજેશભાઈ સહિત દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન લખનભાઈ રાજગોર તથા દંડક શ્રદ્ધાબેન ભડંગ રહ્યા હતા.