દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલીત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના ઉદિશા એકમ (પ્લેસમેન્ટ સેલ) દ્વારા Quess Corp. Pvt. Ltd. – Reliance Solar Plant, જામનગર તથા જિલ્લા રોજગાર કચેરી, દાહોદના સહયોગથી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું. આ ભરતી મેળામાં B.Sc., M.Sc., ડિપ્લોમા તથા ITI પાસ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આશરે 200 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાંથી 53 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મિહિર પટેલ તથા Relianceની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માટે માર્ગદર્શન અપાયું અને ઇન્ટરવ્યૂ લેવાયા હતા.
કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. ગૌરાંગ ખરાદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થાપન ઉદિશા પ્રોગ્રામ કોર્ડિનેટર ડૉ. વિશાલ જૈન, શ્રી નીલ પટેલ, શ્રી દિક્ષીત રાઠવા અને શ્રી હિરલભાઈ સોલંકી દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું