નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનાં નાનીપેથાણ ગામમાં આજ રોજ ગરીબ આદિવાસી જરૂરિયાત મંદ વ્યક્તિઓ કે જેને શરીર ઢાંકવા પૂરતા પણ કપડાં ન હોય તેવી વ્યક્તિઓ માટે પહેલ નાખવામાં આવી હતી.
નાનીપેથાણના સરપંચશ્રીના સહયોગથી તે જ ગામના યુવક મંડળ “ઉત્કર્ષ મિત્ર મંડળ” અને “વાઇલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન” નવસારી (WWFN) દ્વારા ગામના દરેક ફળિયા–ઘરોમાં જઇ પોતે ન પહેરતા હોય અને સારા હોય તેવા કપડાંના પોટલાં બાંધી ને છેવાડાના માનવી કહેવાતા એવા આદિવાસીઓ માટે ઉદાર દિલે એક મારુતિ વાન અને એક ટેમ્પો ભરી કપડાઓનું દાન મેળવવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કપડાનું વિતરણ વસંદા, ડાંગ, તેમજ જરૂરિયાત મંદ એવા આદિવાસી કે જે પોતાનું શરીર પણ ઢાંકી ન શકે તેવા ભાઈ બહેનો તેમજ બાળકોને આગામી દિવસોમાં કરવામાં આવશે.