Wednesday, November 20, 2024
Google search engine
HomeDhanpur - ધાનપુરનાગરિકતા સંશોધન કાયદાના સમર્થન માટે ભાજપા દ્વારા ગરબાડા તથા ધાનપુર તાલુકામાં જન...

નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન માટે ભાજપા દ્વારા ગરબાડા તથા ધાનપુર તાલુકામાં જન સમર્થન રેલી યોજવામાં આવી

ભારત સરકાર દ્વારા તાજેતરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) બનાવ્યો છે. આ કાયદાને લઈ સમગ્ર દેશમાં ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ આ કાયદાને સમર્થન પણ આપવામા આવી રહ્યું છે. ત્યારે લોકોને આ કાયદાની સાચી જાણકારી અને માર્ગદર્શન આપવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નાગરિક્તા સંશોધન કાયદા (CAA) – ૨૦૧૯ ઉપર અત્યાર સુધીનું સૌથી મોટુ જન જાગરણ અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ભાજપાના નેતાઓ નાગરિક્તા સંશોધન કાયદા (CAA) – ૨૦૧૯ ના ફાયદા જણાવવા અને તેનું સમર્થન મેળવવા માટે ચર્ચાઓ કરશે અને લોકોને આ કાયદાથી વાકેફ પણ કરશે.

નાગરિક્તા સંશોધન કાયદા (CAA) – ૨૦૧૯ ના સમર્થન માટે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમા જન સમર્થન રેલી કાઢી જન જાગરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આજરોજ ગરબાડા તાલુકામાં ગરબાડા-ગાંગરડી તથા જેસાવાડા ખાતે સુધીરભાઈ લાલપુરવાલાના અધ્યક્ષસ્થાને જ્યારે ધાનપુર તાલુકાના પિપેરો ખાતે માજીધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની ઉપસ્થિતિમાં જનજાગરણ અભિયાન અંતર્ગત નાગરિક્તા સંશોધન કાયદા (CAA) – ૨૦૧૯ ના સમર્થન માટે જન સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લાના ભાજપના નાનામોટા હોદ્દેદારો તેમજ નાગરીકો રેલીમાં જોડાયા હતા અને જન સંપર્ક કરી લોકોને આ કાયદા વિષે માહિતગાર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments