દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૦૩/૦૮/૨૦૨૩ ને ગુરુવારના રોજ મહીલા ઉમેદવાર માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર શીબીર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નારી વંદન ઉત્સવ મહીલા સ્વાવલંબન દિવસ નિમિત્તે તથા મહીલા અને બાળ વિકાસ નિગમ અને મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર અધિકારીની કચેરી, દાહોદ જિલ્લા રોજગાર કચેરી ના સંયુકત ઉપક્રમે તા.૦૩/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે માત્ર મહીલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ એક નાટ્ય રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને સશક્તિકરણ અને સ્વાવલંબન જેવા સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા મહિલાઓને વિવિધ સંદેશો આપવામાં આવ્યા હતા અને ઝાંસીની રાણીનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું હતુ, જ્યારે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા એ મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે આપણે મહિલાઓ ઘરે રોટલા તો થાપીએ જ છીએ પરંતુ સાથે સાથે આપણે આપણા પોતાના પગભર થઈ બે ઘરોને સાચવવાનું કામ તો કરવાનો જ રહ્યું જેના માટે આપે સ્વાવલંબન થવું પડશે અને સારી ડિગ્રી મેળવી કોઈક સારા પદ પર નોકરી કરવા માટે ઉપદેશ આપવા આવ્યો હતો. ત્યારબાદ આમંત્રિત મહિલાઓને જેઓ સ્વાવલંબન ક્ષેત્રે સારું કામ કરે છે તેઓને ચેક તથા શિલ્ડ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થતા દાહોદ જીલ્લાના નોકરીદાતા હાજર રહીને ૧૦૦ થી વધારે ટેકનિકલ અને નોન ટેકનીકલ ફુલ ટાઈમ પાર્ટ ટાઈમ જગ્યાઓ માટે ધો ૧૦ પાસ, ૧૨ પાસ, આઈટીઆઈ, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતી ૧૮ થી ૩૫ વર્ષની મહીલા ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ પ્રક્રીયા હાથ ધરીને રોજગારીની તકો પુરી પાડશે તેમજ સ્વરોજગાર લોન, સહાય યોજના અને વોકેશનલ તાલીમ અંગે તેમજ મહીલાના અધિકારો અને મહીલા લક્ષી કલ્યાણકારી ⅝ www.ncs.gov.in પોર્ટલના ઉપયોગ અંગે માર્ગદર્શન આપીને સ્થળ પર નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યા.
આ કાર્યક્રમમાં દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શિતલબેન વાઘેલા, પી.આર. પટેલ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી – સહ રક્ષણ અધિકારી દાહોદ, નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ, તથા દાહોદ બીજેપી વિવિધ મોરચાના મહિલા તથા પુરુષ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.