દાહોદ જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તેમજ નારી વંદન કાર્યક્રમ અંતર્ગત પણ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે ત્યારે જિલ્લા પંચાયત આઇસીડીએસ શાખા દ્વારા તમામ તાલુકાઓમાં કિશોરીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો માટેની તાલુકા કક્ષાની વાનગી હરિફાઇ યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયત દાહોદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. બાળશક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિમાંથી બનાવવામાં આવેલી વાનગીઓનું નિદર્શન કરાયું હતું. કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, સમિતિના ચેરમેન ભાગ્યશ્રીબેન, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વાનગી હરીફાઇના વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
નારી વંદન ઉત્સવ : દાહોદમાં તાલુકા કક્ષાએ વાનગી સ્પર્ધા યોજાઇ
RELATED ARTICLES