Tuesday, March 19, 2024
Google search engine
HomeDahod - દાહોદહર ઘર તિરંગા અભિયાન હેઠળ સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોસ્ટ પંચમહાલ વિભાગ દ્વારા દાહોદમાં...

હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોસ્ટ પંચમહાલ વિભાગ દ્વારા દાહોદમાં વિશાળ રેલી યોજાઈ

  • દાહોદ હેડ પોસ્ટ ઓફિસમાં ત્રણ દિવસમાં અંદાજે ૧૬૦૦૦ નંગ ત્રિરંગાનું વેચાણ.
  • દાહોદ હેડ પોસ્ટ ઓફિસમાં સેલ્ફી પોઇન્ટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે તા.૧૨ ઓગસ્ટ થી તા.૧૫ ઓગસ્ટ,૨૦૨૨ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે. દાહોદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ત્રણ દિવસમાં અંદાજીત ૧૬૦૦૦ નંગ જેટલા ત્રિરંગાનું વેચાણ કરવામાં આવ્યું છે.
હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોસ્ટ પંચમહાલ વિભાગ ગોધરા દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ“ અંતર્ગત દાહોદ હેડ પોસ્ટ ઓફિસથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પંચમહાલ તથા દાહોદ જિલ્લાના આશરે ૧૦૦ જેટલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રેલી દાહોદ હેડ પોસ્ટ ઓફિસથી શરૂ થઈને યાદગાર ચોક, તાલુકા પંચાયત સર્કલ, ચાકલીયા રોડ થઈ ઠક્કર બાપા પ્રાથમિક શાળા સુધી પરિભ્રમણ કર્યું હતુ. શાળામાં બાળકો સાથે “આઝાદી કા અમૃત મહોત્સવ“ ની ઉજવણી કરવામાં આવી હતી
આ રેલી આદિવાસી સોસાયટીમાં થઈ મુખ્ય રાજમાર્ગ સ્ટેશન રોડ પરથી સ્વામિ વિવેકાનંદ સર્કલથી પસાર થઈ સરસ્વતી સર્કલથી દાહોદ હેડ પોસ્ટ ઓફિસ પરત ફરી હતી.
. આ રેલી “આઝાદી કા અમૃત મહોત્સવ“ – હર ઘર ત્રિરંગાના નારાથી ગુંજી ઉઠી હતી. આ રેલી દાહોદની જનતાએ નિહાળી હતી. આ રેલીની મહત્તા એટલી હતી કે સામાન્ય નાગરિકોએ રોડ પર “NATIONAL FLAG” રૂ. ૨૫ ના મૂલ્યે ખરીદી નાગરિકો પણ રેલીમાં ભાગીદાર બન્યા હતા.
આ રેલી દાહોદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પૂર્ણ થયા બાદ અહી મુખ્ય આકર્ષણ તરીકે ત્રિરંગાનો એક સેલ્ફિ પોઈન્ટ બનાવ્યો આવ્યો છે. જેમાં દરેક નાગરિકે ખૂબ જ ઉમળકાભેર પોતાની સેલ્ફિ પાડીને #Indiapost4Tiranga#HarGharTiranga માં Tweet કરી હતી. વધુમાં “આઝાદી કા અમૃત મહોત્સવ“ દરમિયાન પોસ્ટ વિભાગ દ્વારા “NATIONAL FLAG”નું રૂ. ૨૫ ના મૂલ્યે વેચાણ થઈ રહ્યું છે. “NATIONAL FLAG”નું વેચાણ પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં આવેલ તમામ પોસ્ટ ઓફિસો તેમજ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં ચાલુ છે. “NATIONAL FLAG”નું વેચાણ રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પણ તમામ પોસ્ટ ઓફિસમાં વેચાણ ચાલુ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા ગોધરા વિભાગના હેડ પોસ્ટ અધિક્ષક એમ.એમ.શેખે જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments