દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ભાજપના ઉમેદવારોના પ્રચારનો રાજ્યમંત્રી રમેશભાઈ કટારા અને સંજેલીના પ્રભારી ભરતભાઈ શ્રીમાળીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.- દાહોદ જિલ્લા પંચાયતની બે બેઠકમાં ચમારીયા બેઠકના ઉમેદવાર માંડલી ગામના કાંતાબેન જશુભાઈ બામણીયા એ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે જયારે હિરોલા બેઠકમાં ભુપેન્દ્રભાઈ કાળુભાઇ સંગાડા ચૂંટણી લડી રહ્યા છે.
સંજેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 14 – સંજેલી 1 પર વૈભવીબેન કમલેશભાઈ રાવત તેમજ 15 – સંજેલી 2 પરથી ચૂંટણી લડતા આરિફાબીબી સલીમબેગ મીરઝાને આગામી 26 તારીખે યોજાનારી ચૂંટણીમાં બહુમતી થી વિજયી બનાવવા માટે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ મતદાર ભાઈ બહેનોને સરકારી યોજનાઓ ગામડે ગામડે ખેંચી લાવતા આવા પાયાના કાર્યકરોને મત આપી વિજેતા બનાવવા માટે સમજ આપી હતી ..
રાજ્યમંત્રી રમેશભાઈ કટારા અને સંજેલીના પ્રભારી ભરતભાઈ શ્રીમાળીએ સંજેલી તાલુકા પંચાયત ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના 16 બેઠકના કમળના પ્રતીક પર ચૂંટણી લડી રહેલા એવા 16 જેટલા ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે. ત્યારે સંજેલી, માંડલી, નેનકી, ચમારીયા, પ્રતાપપુરા, વાંસીયા જેવા ગ્રામપંચાયત વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મતદારોનો ખુબ જ સારો આવકાર મળી રહ્યો છે, ત્યારે આગામી સંજેલી તાલુકા પંચાયત ચૂંટણીમાં પણ ફરી સંજેલી તાલુકામાં કેસરિયો લહેરાય તેવો માહોલ સર્જાયો છે.


