રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગર પાલિકા દાહોદની ચુંટણી અન્વયે આવતી કાલ તા.26/04/2026 ને રવિવારના રોજ મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજે તા.25/04/2026 ને શનિવારના રોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો ખાતે EVM (ઇવીએમ) મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી મિલિન્દ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઇવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત રીતે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


