નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બિલ પાસ થતા દાહોદ નગર અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને નગરની મહિલાઓ દ્વારા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને દાહોદ નગર પાલિકા ચોક ખાતે ફટાકડા ફોડી સૌને મો મીઠું કરાવી, રાસ ગરબા નૃત્ય દ્વારા આ બીલ વધાવી ખૂબ ખૂબ ખુશીઓ માનવી હતી. આ બિલને વધાવી મોદી સાહેબને તથા ભારતીય જનતા પાર્ટીની સરકારને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમા જિલ્લા સંગઠનના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, દાહોદ શહેર પ્રભારી ભરતસિંહ સોલંકી, દાહોદ શહેર સંગઠનના મહામંત્રી હિમાંશુભાઈ નાગર, દાહોદ વિધાનસભાના વિસ્તારક મિતભાઈ સોલંકી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મેઘાબેન પંચાલ, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ, નગર પાલિકાના ઉપપ્રમુખ શ્રધ્ધાબેન ભડંગ, શહેર મહિલા મોરચાના મહામંત્રી શીતલબેન પરમાર, મહિલા મોરચાની બહેનો, નગર પાલિકા કાઉન્સિલર બહેનો, કાઉન્સિલર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
નારી શક્તિ વંદન અધિનિયમ બિલ લોકસભામાં પાસ થતા દાહોદ નગર અને ભાજપ મહિલા મોરચાએ ભવ્ય ઉજવણી કરી
RELATED ARTICLES