નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે આજે તા.૨૭/૦૭/૨૦૨૩ ને શુક્રવારના રોજ જવાહર નવોદય વિદ્યાલય ખરેડી ખાતે દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ્ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જવાહર નવોદય વિદ્યાલયના બાળકોને જીવનમાં સંસ્કારના મહત્વ વિશે જણાવ્યું અને જીવનમાં વૃક્ષ અને ઓક્સિજન કેટલા જરૂરી છે તે અંગેની માહિતીને કોરોનાકાળ સાથે સાંકળીને દરેક બાળકને વૃક્ષના જતનની વિસ્તૃત માહિતી આપી હતી.
વધુમાં માતૃભાષાના મહત્વ અને અન્ય ભાષાના મહત્વને પણ સમજાવી જીવનમાં પહેલેથી જ લક્ષ્ય નક્કી કરી જીવનમાં આગળ આવવા સતત પ્રયત્નશીલ રહેવા માટે જણાવ્યું અને કહ્યું કે હારથી હારી જવાને બદલે લક્ષ્યને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું અને સૌ બાળકો આગળ વધે તેવા આશિષ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં ખરેડી ગામના ભૂતપૂર્વ સરપંચ રાજુભાઈ તથા તાલુકા પંચાયત દાહોદના સદસ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીએ જવાહર નવોદય વિદ્યાલયમાં આવવા માટે ધારાસભ્ય અને આવેલ મહેમાનો તથા સૌનો આભાર માની વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા 2024 ના પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તા.૧૦/૦૮/૨૦૨૩ છે. તેવી માહિતી સૌને આપી હતી અને સૌને વધુ રજીસ્ટ્રેશન કરવા માટે પણ હાંકલ કરી હતી.