EDITORIAL DESK
દાહોદના મીની ખાજુરાઓ તરીકે ઓળખાતું સુપ્રસિદ્ધ બાવકાનું શિવ મંદિર આજે જયારે પર્યટન સ્થળ તરીકે તો ખ્યાતી નથી પામી શક્યું પરંતુ તેની મુલાકાતે મોટી હસ્તીઓ અને મીડિયા વાળાઓ તેની સ્ટોરી કરવા માટે ચોક્કસ આવે છે.
પરંતુ આજે દાહોદ જીલ્લા માટે ખુબજ ગર્વની વાત છે કે બાવકાના આ શિવ મંદિર ની મુલાકાતે વિશ્વ વિખ્યાત સેક્સોલોજીસ્ટ અને પદ્મશ્રી ડૉ. પ્રકાશ કોઠારી આવ્યા હતા.
તેમની સાથે દાહોદના મુન્નાભાઈ યાદવ જે પોતે પણ સાહિત્ય અને પ્રાચીન સંસ્કૃતિમાં રસ ધરાવે છે તેઓ પણ સ્થળ ઉપર સાથે ગયા હતા. મુન્નાભાઈ યાદવના જણાવ્યા અનુસાર સ્થળ પર તેઓ ત્રણ કલ્લાક રહ્યા હતા અને તેઓ એ બાવકા મંદિર ની શિલ્પકલા જોઈ અને તેની તારીફ કરી હતી અને ખુસ પણ થયા હતા.
મુન્નાભાઈના કેહવા પ્રમાણે શિલ્પકારે જે કૃતિઓ બનાવેલી હોય છે તે સમજવી અઘરી હોય છે પરંતુ ડૉ.પ્રકાશ કોઠારી સાથે આજે રહીને એ પણ જાણવા મળ્યું કે તેઓ આ કૃતિઓ ને કેટલી સહજ અને સરળતાથી સમજી અને સમજાવી શકે છે. આ જોઈ તેઓ અચંબામાં પડી ગયા અને તેમે જણાવ્યું કે ખરેખર કોઈ વ્યક્તિ આમજ મહાન નથી બની જતું પણ તેની પાછળ તેની મહેનત તેની લગન તેની કુનેહ અને વસ્તુ વિષય બાબતે તેની રૂચી અને અભ્યાસ તથા તેની લગન તે વ્યક્તિ ને મહાન બનાવતી હોય છે.