THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

તા.૦૨ ઓગસ્ટ, ૨૦૨૫ ને શનિવારના રોજ પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય દાહોદ દ્વારા ‘વિદ્યાર્થી પરિષદ અલંકાર સન્માન સમારોહ – ૨૦૨૫’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે P.S.I. ભાવના ઠાકોર, ‘A’ ડિવિઝન પોલીસ, દાહોદ અને અતિથી વિશેષ તરીકે હેડ કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર અને હેડ કોન્સ્ટેબલ ઉર્વશીબેન પટેલનું કલર પાર્ટી (સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓ) દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, માનનીય સભ્યો અને શાળાના આચાર્ય દ્વારા સરસ્વતી માતાની પ્રતિમા પર પુષ્પમાળા અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં, શાળાના આચાર્ય એનોષ સેમસનને પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા સાથે સમારોહમાં મુખ્ય મહેમાન P.S.I. ભાવના ઠાકોર, ‘A’ ડિવિઝન પોલીસ, દાહોદ અને અતિથી વિશેષ તરીકે હેડ કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર અને હેડ કોન્સ્ટેબલ ઉર્વશીબેન પટેલને લીલા છોડ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત અને નૃત્ય રજૂ કરીને તમામ માનનીય મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સ્વાગત ગીત બાદ વિદ્યાલયના આચાર્યએ મુખ્ય મહેમાન તથા વાલીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને તેઓએ તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓને શાળા વિદ્યાર્થી પરિષદના નિર્માણના ઉદ્દેશ્ય અને કાર્યો વિશે પ્રેરણા આપી હતી.
‘વિદ્યાર્થી પરિષદ અલંકાર સન્માન સમારોહ – ૨૦૨૫’ દરમિયાન, મુખ્ય મહેમાન ભાવના ઠાકોર, PSI ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશન, દાહોદ, તથા અતિથિ વિશેષ તરીકે હેડ કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર અને હેડ કોન્સ્ટેબલ ઉર્વશી પટેલ તથા શાળાના આચાર્ય દ્વારા શાળાના વિદ્યાર્થી કેપ્ટન માસ્ટર આદિત્ય રાજનું તથા વિદ્યાર્થીની કેપ્ટન કુમારી પ્રતીક્ષા ચોબે સહીત વિદ્યાર્થી પરિષદના તમામ વિદ્યાર્થીઓને સેશે અને બેજ પહેરાવી તેમના પદ ઉપર નિયુક્ત કરી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ ‘શિવાજી સદન’, ‘ટેગોર સદન’, ‘અશોક સદન’ તથા ‘રમન સદન’ ના કેપ્ટન અને વાઈસ કેપ્ટનનોને સંબંધિત સદનના વડાઓ અને સહ વડાઓ દ્વારા બેજ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘વિદ્યાર્થી પરિષદ અલંકાર સન્માન સમારોહ – ૨૦૨૫’ માં બાલવાટિકા-૩ થી ધોરણ – ૧૨ સુધીના વર્ગના મોનીટરોને તેમના વર્ગ શિક્ષકો અને સહાયક વર્ગ શિક્ષકો દ્વારા બેજ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થી પરિષદના તમામ સભ્યોને શાળાની ગર્લ્સ કેપ્ટન પ્રતિક્ષા દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ‘વિદ્યાર્થી પરિષદ અલંકાર સન્માન સમારોહ – ૨૦૨૫’ ના મુખ્ય મહેમાન ભાવના ઠાકોર PSI ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશન, દાહોદએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમોની પ્રશંસા કરી અને વિદ્યાર્થીઓને શિસ્ત અને સંપૂર્ણ સમર્પણ સાથે તેમની જવાબદારીઓ નિભાવવા માટે પ્રોત્સાહિત કર્યા. શાળાના વરિષ્ઠ શિક્ષક સી.એલ. જોશીએ આભાર વ્યક્ત કર્યો હતોં.
શાળાના આચાર્ય એનોષ સેમસનના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકો અને સ્ટાફે ‘વિદ્યાર્થી પરિષદ અલંકાર સન્માન સમારોહ – ૨૦૨૫’ ના કાર્યક્રમને સફળતા પૂર્વક આયોજન કરવામાં સક્રિય સહયોગ આપ્યો હતો.


