તા. 23 જાન્યુઆરી, 2026 ના રોજ, પરાક્રમ દિવસ પર “પરીક્ષા પે ચર્ચા 2026” ના ભાગ રૂપે, દાહોદની પીએમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય ખાતે “ઓપરેશન સિંદૂર” વિષય પર જિલ્લા-કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાની જુદી જુદી આઠ શાળાઓના કુલ 100 વિદ્યાર્થીઓ કે જેમાં હોસ્ટ તરીકેની શાળા તરીકે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, દાહોદ, સેન્ટ મેરી સ્કૂલ, દાહોદ, જવાહર નવોદય વિદ્યાલય ખરેડી, જવાહર નવોદય વિદ્યાલય – 2, લીમખેડા, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ – ગરવાડા, લિટલ ફ્લાવર સ્કૂલ, દાહોદ તથા એકેડેમિક હાઇટ્સ પબ્લિક સ્કૂલ – દાહોદએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ક્વિઝ સ્પર્ધા બે સ્તરમાં યોજાઈ હતી: ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે મધ્યમ તબક્કો અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક તબક્કો. મધ્યમ તબક્કામાં, પ્રથમ સ્થાન અંશ કુમાર બાલા (લિટલ ફ્લાવર સ્કૂલ, દાહોદ),, બીજું સ્થાન રુકૈયા વરજર (જમાલી ઇંગ્લિશ સ્કૂલ, દાહોદ) અને ત્રીજું સ્થાન સાનવી સિંહા (પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, દાહોદ) ને મળ્યું. જ્યારે માધ્યમિક તબક્કામાં, પ્રથમ સ્થાન હુસૈન બાજી (જમાલી ઇંગ્લિશ સ્કૂલ, દાહોદ) ને મળ્યું. બીજું સ્થાન ભાભોરા ફાલ્ગુના સતીષભાઈ (EMRS ગરવાડા) ને મળ્યું, અને ત્રીજું સ્થાન વ્યોમ ચાપનેરી (સેન્ટ મેરી સ્કૂલ, દાહોદ) ને મળ્યું. બંને તબક્કામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્ય દ્વારા પ્રમાણપત્રો અને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના આચાર્ય એનોશ સેમસન દ્વારા દીપ પ્રગટાવીને અને દેવી સરસ્વતીને માળા અર્પણ કરીને કરવામાં આવ્યું. ક્વિઝ સ્પર્ધા સવારે 11:00 વાગ્યે શરૂ થઈ. કાર્યક્રમના સમાપન સમયે, શાળાના આચાર્ય એનોશ સેમસનએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષકો, આયોજકો, ભાગ લેતી શાળાઓ અને ભાગ લેતી વિદ્યાર્થીઓનો આભાર માન્યો.


