
પુલવામાં શહીદ થયેલ જવાનોની આત્માની શાંતિ માટે યોજાયો મહાયજ્ઞ : પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ રહ્યા ઉપસ્થિત
આજ રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે નગરસેવા સદન ચોક માં પુલવામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો. દાહોદમાં શ્રદ્ધાંજલિ અનોખી રીતે અપાઈ હતી. આ શ્રદ્ધાંજલિ ના ભાગ રૂપે એક મહાયજ્ઞનો કાર્યક્રમ દાહોદ નગરપાલિકા તથા દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આજ રોજ તારીખ 17/2/2019 ને સવારે 10:00 કલાકે રાખવામાં આવ્યો હતો. જેમાં દાહોદ નગરના પ્રથમ નાગરિક એવા નગર પ્રમુખ અભિષેક ભાઈ મેડા, ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ ,તથા નગરપાલિકાના કાઉન્સિલર ભાઈઓ તથા બહેનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ પુલવામાં શહીદ થયેલા જવાનોની આત્માની શાંતિ માટે નમહાયજ્ઞમાં આહુતિ આપી અને ભારત માતા કી જય તથા શહીદો અમર રહોનો જયઘોષ કરી પાકિસ્તાન ને તેની કાયરતા પૂર્વક ના કૃત્ય નો જવાબ આપવા માટે ભારતીય સેના ને પ્રધાનમંત્રી મોદીએ આપેલી છૂટ નો ઉપયોગ કરી આપડા દેશની સેનાએ કરો જવાબ આપવો જોઈએ તેવી આશાઓ વ્યક્ત કરી હતી. લોકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી