THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
ગુજરાત શિક્ષક મહામંડળ અને દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના સહયોગ થી આજે તા.૧૧/૦૪/૨૦૨૨ ને સોમવારના રોજથી શરૂ થતાં મધ્યસ્થ મૂલ્યાંકનમાં શિક્ષકોની માંગણીઓ પૂરી ના થાય તે માટે મૂલ્યાંકનનો બહિષ્કાર કરવા માટે દાહોદ તાલુકાના દરેક શિક્ષક મિત્રો નવજીવન ગર્લ્સ હાઇસ્કૂલ પાસે આવેલ વિશ્રામગૃહ ( સર્કિટ હાઉસ ) મુકામે સવારે 08: 30 કલાકે હાજર થયેલ. જેમાં શિક્ષકોના સળંગ નોકરી, OPS, સાતમા પગાર પંચના બાકી હપ્તા અને અન્ય પડતર પ્રશ્નો નો નિવારણ ના થાય ત્યાં સુધી સખત આંદોલન કરેલ છે. ઝાલોદ, લીમખેડા અને અન્ય તાલુકાના શિક્ષકોએ જે તે સ્થળે મૂલ્યાંકન કેન્દ્ર પર સખત બહિષ્કાર કરેલ છે.
આમ જોવા જઈએ તો સરકાર આવી ફરજ પર જતા રોકાતા શિક્ષકો અને રોકતા શિક્ષકો અને મંડળ સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ પણ કરી શકે છે કારણકે મૂલ્યાંકન એ એક મહત્વનો વિષય છે પણ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી આ મામલે શું પગલાં ભરશે તે જોવું રહ્યું.