

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની જાહેરાત તા. 15.05.2016 ના રોજ બીજેપીના પ્રમુખ તથા ત્રણ માનનીય મુખ્યમંત્રીઓ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તથા માનનીય પેટ્રોલીયમ તથા ગેસના રાજ્ય કક્ષાના મંત્રી તથા બીજા માનનીય મંત્રીઓ, ઓલ ગુજરાતના સંસદ સભ્યો તથા ધારા સભ્યોની હાજરીમાં આ યોજના જાહેર કરવામાં આવી.
યોજનાની વિગત :
1. યોજનાનું નામ : – પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMYU)
2. જે બહેનો BPL કાર્ડ ધારક છે તે બધી જ બહેનો ને આ યોજનાનો લાભ મળશે.
3. આ યોજનાનો લાભ અગામી ત્રણ વર્ષમાં લગભગ 5 કરોડ BPL કાર્ડ ધરાવનાર બહેનો ને મળશે
4. આ યોજના 1 લી એપ્રિલ 2016 થી લાગુ થઇ છે.
5. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરે-ઘરે ચોખ્ખું બળતણ દેશના બધા જ ગામ માં પહોચાડવાનો છે.
6. આ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા અને બાળકોનું આરોગ્ય સુધારવાનો છે.
7. 2016 – 2017 ના યુનિયન બજેટમાં સરકારે રૂપિયા 2000 કરોડની ફાળવણી મફત LPG કનેક્શન માટે ફાળવેલ છે.
અમલીકરણની પદ્ધતિ :
1. સ્ત્રીઓ/મહિલાઓ જે BPL ની હેઠળ આવે છે અને જેની પાસે LPG કનેક્શન નથી તે આ યોજનાનો લાભ લઇ શકે છે.
2. BPL ધરાવતી મહિલાએ સરનામું / જનધન / બેંક ખાતું તથા આધાર કાર્ડ આપવાનું રહેશે.
3. જેમની પાસે આધાર કાર્ડ નથી તેઓએ UIDAI સાથે સંપર્ક કરી આધાર કાર્ડ લેવાનું રહેશે.
4. LPG વિતરક ક્ષેત્ર અધિકારીઓ ત્યારબાદ દરેકની અરજી મેચ કરીને SECC-2011 ના ડેટાબેઝ થી ચકાસણી કરશે.
5. ત્યારબાદ ક્ષેત્ર અધિકારી ગ્રાહકનું નામ, સરનામું અને અન્ય વિગતો OMC વેબ પોરટલ ના આધારે અપડેટ કરશે.
6. સરકાર નિયંત્રિત ઓઈલ કંપનીઓ D-Duplication પ્રક્રિયા ઇલેક્ટ્રોનીકલી કરશે.
7. ઉપરના તબક્કા પુરા કરી યોગ્ય લાભાર્થીઓને ગેસ કનેક્શન અપાશે.
8. LPG કનેક્શન ખર્ચ 1600 રૂપિયા સરકાર ભોગવશે.
9. OMCs ગ્રાહકોને EMI નો લાભ તથા તેઓની પહેલી રીફીલ નો પણ આપશે.
10.EMI ની કિમંત ની પુનઃ પ્રાપ્તિ સબસીડીનો ખર્ચ તેઓની પહેલી રીફીલ ચૂકવશે,
11. બધા જ BPL પરિવારોને રાજ્યના બધા જ વિતરણ કેન્દ્ર પરથી વિવિધ કદના સીલીન્ડર જેમ કે 14.2 કી.ગ્રા. અને 5 કી.ગ્રા. મેળવવાનો રહેશે.
Byte : ધર્મેન્દ્ર પ્રધાન – કેન્દ્રીય પેટ્રોલીયમ મીનીસ્ટર : દાહોદ માં આજે ખરોડ ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું ત્રણ રાજ્યોનું ભેગું રીજનલ લોન્ચીંગ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ના કરકમલો દ્વારા ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

Byte – 2 : ધર્મેન્દ્ર પ્રધાન – કેન્દ્રીય પેટ્રોલીયમ મીનીસ્ટર : સમગ્ર ભારતમાં ગેસ પાઈપ લાઈન ના ત્રીસ લાખ કનેક્શન છે. તેમાંથી પંદર લાખ ગુજરાત એકલામાં છે અને આવનારા વર્ષોમાં બીજા પચ્ચીસ લાખ ગેસ કનેક્શન ગુજરાતમાં આપવાનું જાહેર કર્યું છે જે ત્રણ વર્ષમાં પૂરું કરવામાં આવશે.
Byte – 3 શિવરાજસિંહ ચૌહાણ – મુખ્યમંત્રી મધ્યપ્રદેશ > નરેન્દ્ર મોદીની આ યોજના ખુબ સફળ થશે અને તેનાથી ગરીબ કુટુંબ નીરોગી પણ રહેશે અને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે લોકો તેમનામાં પ્રધાનમંત્રી જોતા હતા અને હાલ જયારે પ્રધાનમંત્રી છે ત્યારે લોકો તેમને એક વૈશ્વિક સ્તરના નેતા તરીકે જુવે છે.
byte – 4 અમિત શાહ – પ્રધાન મંત્રીની પોતાની ચહીતી એવી આ યોજનાને ભારતના કેન્દ્રીય પેટ્રોલીયમ મીનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને આ યોજનાને જમીન સુધી પહોચાડીને ખરેખર સાચા અર્થમાં મહિલાઓને લાભ આપીને મહિલા શશક્તિકરણનું કામ કર્યું છે સાચા અર્થમાં જોવા જઇયે તો વિશ્વમાં એવી એકપણ યોજના નથી જેનાથી મહિલા શશક્તિકરણ આટલી હદે થતું હોય