Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદપ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનામાં બે હેકટરની જમીન મર્યાદાની શરત દૂર કરવામાં આવી

પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનામાં બે હેકટરની જમીન મર્યાદાની શરત દૂર કરવામાં આવી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

જે ખેડૂત પરિવારોએ અગાઉ અરજી ન કરી હોય તેઓ ૩૧ જુલાઇ સુધીમાં અરજી કરી શકશે.

ખેડૂત પરિવારની ન્યુનતમ આવક સુનિશ્વિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે. ભારત સરકાર દ્વારા આ યોજના ની શરતોમાં સુધારો કરી બે હેકટરની જમીન મર્યાદા દૂર કરવામાં આવી છે. જમીન ધારક ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ હજાર રૂપિયાનો લાભ ત્રણ સમાન હપ્તામાં મળવા પાત્ર છે. જેમાં એક ખાતા એટલે કે ૮-અ માં એકથી વધુ ખેડૂત કુટુંબ આવતા હશે તો પણ દરેક કુટુંબ દીઠ રૂપિયા ૬૦૦૦ મળવાપાત્ર થશે. આ યોજનાનો વ્યાપ વધારી વધુમાં વધુ ખેડૂત પરિવારોને લાભ આપવા નક્કી કરવામાં આવ્યુ છે.

જે ખેડૂત પરિવારોએ અગાઉ અરજી અરજી કરી ન હોય તેમણે આ યોજના હેઠળ જોડાઇ એપ્રીલ થી જુલાઇ ર૦૧૯ સુધીના તબક્કાનો લાભ લેવા માટે ૧૫/૭/૨૦૧૯ સુધી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ હતી. જે તા. ૩૧/૭/૨૦૧૯ સુધી લંબાવવામાં આવેલ છે. તો ઓનલાઇન અરજી દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે કરવાની રહેશે. અરજી માટે ખેડૂતે અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮-અ, આધાર કાર્ડ, એકરારનામું તેમજ બેન્ક પાસબુકની ઝેરોક્ષ નકલ આપવાની રહેશે. બેન્ક ખાતામાં આધારકાર્ડ લીંક હોવુ ફરજીયાત છે. જેથી વધુમાં વધુ ખેડૂતો ઓનલાઇન અરજી કરાવી સહાયનો લાભ મેળવી શકે તે માટે જણાવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments