ભારતના તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌ પ્રથમ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના રોજ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે ગુજરાતનો કાર્યભાર સંભાળવામાં આવ્યો હતો ત્યારથી શરૂ થયેલ વિકાસયાત્રાને અવિરત ચાલુ રાખી ૨૩ વર્ષની વિકાસયાત્રાની ઉજવણી માટે ૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે
જે વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગ રૂપે આજે તા.૧૧/૧૦/૨૦૨૪ ને શુક્રવારના રોજ સાંજે દાહોદના હાર્દ સમા સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા આયોજન કચેરી હેઠળ 103 વિવિધ વિકાસના કાર્યો જેનો કુલ ખર્ચ 203 લાખ થાય છે તેનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે, DDO ઉત્સવ ગૌતમ, પ્રયોજના વહીવટદાર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, ઉપપ્રમુખ શ્રધ્ધા ભડંગ તેમજ કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા
Byte –– કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી