Keyur Parmar – Dahod
તારીખ ૦૧/૦૧/૨૦૧૬ ના રોજ પૂ. પા. હરિરાયબાવાશ્રીનો જન્મ દિવસે દશાનીમાં વણિક સમાજ દ્વારા દેસાઈવાડના સંસ્કાર કેન્દ્રમાં રાત્રે ભરૂચના કલાકારો દ્વારા એક ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અને પ્રભુ ગૂસાંઈજીની ૫૦૧મી જન્મ જયંતિ નિમિત્તે રવિવારના રોજ સવારમાં મંગળાના દર્શન થયા હતા ત્યારબાદ બપોરના સમયે નંદમહોત્સવ ના દર્શન અને સાજે કળશયાત્રા તથા દ્વિતીય પીઠાધિશ્વર શ્રી શ્રી ૧૦૦૮ કલ્યાણરાયજી બાવા, શ્રી શ્રી ૧૦૮ હરિરાય બાવા, શ્રી શ્રી ૧૦૮ વાગ્ધીશ બાવા તથા તે બંનેના લાલન ની શોભાયાત્રા દેસાઈવાડા સ્થિત વૈષ્ણવ હવેલી મંદિરથી નીકળી ગુજરાતીવાડના ચતુર્થકુમારશ્રી ગોકુળનાથજીની હવેલીમાં ભગવાનના દર્શન કરી પરત દેસાઈવાડાની હવેલી ખાતે પરત ફરી હતી. સૌ વૈષ્ણવોએ ગુજરાતીવાડમાં ત્રણે બાવાશ્રી તથા તેમના બંને લાલનના દર્શન કરી ગરબાના તાલે ઝૂમયા હતા. પછી રાત્રે ૦૭:૩૦ કલાકે દેસાઈવાડા સ્થિત સંસ્કાર કેન્દ્રના પટાંગણમાં સમરવમાં પ્રસાદી લીધી હતી. આ બધો કાર્યક્રમ ત્રિદિવાસીય મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો.