મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત અને RCHO નાં માર્ગદર્શન હેઠળ ડો કલ્પેશ બારીયા તાલુકા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રાહુલ રાઠવા દ્વારા પિયર એજ્યુકેટરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ દરમ્યાન PHC કુવાબૈણા ખાતે સવારે તમામ એજ્યુકેટરને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા યોગ અને પ્રાણાયામ શીખવવામાં આવ્યા હતા. તમામ પિયર અને આશાની તાલીમ દરમિયાન કુપોષણ, સિકલસેલ એનિમિયા તેમજ આર કે એસ કે પ્રોગ્રામ, પિયર એજ્યુકેટરની ભૂમિકા વિશે મેડિકલ ઓફિસર દ્વારા અને એડોલેશન કાઉન્સેલર, સિકલસેલ કાઉન્સિલર દ્વારા ગેમ તેમજ મોડ્યુલ વાંચનથી સમજૂતી આપવામાં આવી હતી.
ઉપરાંત તમામ પિયર એજ્યુકેટરને એડોલેશન ક્લિનિક તેમજ PHC ની વિઝીટ કરાવવામાં આવી હતી. જેમાં પિયર એજ્યુકેટરને PHC પર મળતી તમામ સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ નિમિતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મેલ સુપરવાઇઝર તેમજ PHC સ્ટાફ તમામ હાજર રહેલ અને પિયર એજ્યુકેટરને તાલીમ પૂરી પાડવામાં આવેલ હતી.