પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના મુજબ મે. પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દાહોદનાઓએ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ પ્રોહીબિશનની કડક અમલવારી કરાવવા તેમજ પ્રોહીની અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારુ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા તેમજ પાસા વોરંટની બજવણી કરવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને જરુરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને જિલ્લામા ગેરકાયદેસર દારુ ઘુસાડવાની તેમજ હેરાફેરી કરી પ્રોહીના ગુનામા સંડોવાયેલ ઇસમો તેમજ લીસ્ટેડ બુટલેગરોની દાહોદ પોલીસે આયોજનબધ્ધ યાદી તૈયાર કરવા તેમજ ઘણા લાંબા સમયથી પાસા વોરંટ ફરારી આરોપીઓની માહિતી એકત્રિત કરી તેઓને ઝડપી પાડવા સારુ L.C.B. ટીમ તથા લીમડી પો.સ્ટેની ટીમ કાર્યરત હતી. દરમ્યાન દાહોદ રૂરલ પો.સ્ટે.વિસ્તારમા પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ પ્રોહી બુટલેગર વિરુધ્ધ કલેકટર સાહેબ યોગેશ બી.નિરગુડે IAS, દાહોદનાઓએ પાસા વોરંટ ઇશ્યુ કરી અટકાયત કરવા હુકમ કરેલ.
અલ્પેશભાઇ ઉર્ફે અપ્પુ સવજીભાઈ ભાભોર રહે. થાળા લીમડી, સડક ફળીયું તા.ઝાલોદ જી.દાહોદ. આરોપીના ગુન્હાહિત ઇતિહાસમા (૧) દાહોદ રૂરલ પો.સ્ટે.પાર્ટ સી ગુ.ર.નં.૧૧૮૨૧૦૦૮૨૫૦૦૫૬/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ઈ,૮૧, ૯૮ તથા (૨) ૧૧૬બી મુજબ પાસા હેઠળ આ આરોપીને દાહોદ પોલીસે જિલ્લા જેલ જામનગર જેલમા મોકલી આપેલ છે.


