- ફતેપુરા PSI સી.બી. બરંડા અને તેમની ટીમ દ્વારા ટેન્કર ઝડપી ફતેપુરા પુરવઠા વિભાગને જાણ કરી.
- ફતેપુરા પુરવઠા વિભાગ ટેન્કર જપ્ત કરી સીલ કરી પ્રવાહીને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું.
ફતેપુરા તાલુકાના ડુંગરા ગામેથી ફતેપુરા ઘુઘસ રોડ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં બાયોડીઝલનું ટેન્કર ફતેપુરા PSI સી.બી. બરંડા અને તેની ટીમ દ્વારા પકડી પાડી ફતેપુરા મામલતદારને જાણ કરતા ફતેપુરા મામલતદાર પી.એમ. પરમાર, ફતેપુરા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ચૌધરી અને તેની ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી જથ્થાને સીઝ કરીને બાયો ડિઝલ ટેન્કર જપ્ત કરી પોલીસ સ્ટેશનને જમા કરાવી તેમાં ભરેલ પ્રવાહી તપાસ અર્થે રિપોર્ટ કરવા જિલ્લા પુરવઠા અધિકારી દાહોદને મોકલી આપવામાં આવેલ છે. જેના સેમ્પલ ગુજરાત ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ છે.