ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે રૂ.૧.૫૫ લાખનો ચેક અર્પણ કરાયો.
ગંભીર બિમારીથી હોમગાર્ડ જવાનું મરણ થયું હતું.
ફતેપુરા તાલુકાના ડુંગર ગામના સામંતસિંહ પારગી હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જેઓનું ફરજ દરમિયાન ગંભીર બીમારી લાગી જતા મરણ થયું હતું. જેનો હોમગાર્ડ કમાન્ડર સરદારસિંહ બારીયાએ રાજ્ય કક્ષાએ રિપોર્ટ કર્યો હતો, તેમજ મૃતક જવાનના પરિવારને સહાય મળે તે અર્થે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ભલામણ કરી હતી. જેમાં રાજ્ય સરકાર હોમગાર્ડ વિભાગ દ્વારા મૃતકના પરિવારને સહાય માટે ૧.૫૫ લાખની રકમ મંજૂર કરાઇ હતી. જેનો ચેક ગત તા.૧૮/૦૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે મૃતક જવાનના પરિવારને અર્પણ કરાયો હતો. હોમગાર્ડ કમાન્ડર સરદારસિંહ બારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરાના ડુંગર ગામના મૃતક હોમગાર્ડ જવાનના પરિવારને રૂ.૧.૫૫ લાખની સહાય
RELATED ARTICLES