દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નવાગામમાં લોકોને ધર ધરમાં પાણી મળી રહે તે માટે “નળ સે જળ યોજના” નુ ખાતમુર્હત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા દ્વારા કરવામા આવ્યુ. દરેક ઘરમાં પાણી મળી રહે તે માટે આ યોજના લાગુ કરવામાં આવી હતી અને લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ફતેપુરા તાલુકાના નવાગામના ત્રણ હજાર કરતા વધુ લોકોને સરળતાથી ધર ધરમાં પીવા તથા વપરાશ માટે પાણી મળી રહે તે માટે તા.૨૯/૦૧૦૨૦૨૨ ને શનિવારના રોજ નવાગામ ખાતે “નળ સે જળ યોજના” અંતર્ગત શ્રીફળ વધેરી ખાતમુર્હત કરવામા આવ્યુ હતુ. આ યોજનાનો લાભ લોકોને મળી રહે તે માટે ફતેપુરા તાલુકાના ધારાસભ્ય વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, દાહોદ જીલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઇ આમલીયારના હસ્તે આ યોજનાનુ ખાતમુર્હત કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે આદિજાતીના ઉપપ્રમુખ ડૉ .અશ્ર્વિનભાઇ પારગી, યુવા મોરચાના મોહિતભાઇ ડામોર, પાટીઁ પ્રમુખ રામાભાઇ, લાલભાઇ સુવર, જીલ્લા પંચાયત સભ્ય ભલાભાઇ, નવાગામ, વડવાસ, કરોડીયા, સલરાના સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય સહિત મોટી સંખ્યામા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે વિધાનસભાના દંડકે લોકોને સંબોધી ભાજપની સરકારમા વિકાસ વેગવંતો બન્યો હોવાનુ જણાવી વિકાસ કાર્યોમાં લોકોની પડખે ઉભા રહેવાની ખાતરી આપી હતી. જીલ્લા ભાજપ પ્રમખે પણ લોકોને સરકારની તમામ યોજનાનો લાભ લેવા જણાવ્યુ હતુ.