Friday, January 31, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાની પીપલાળા પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજન દિનની ઉજવણી કરવામાં આવી

ફતેપુરાની પીપલાળા પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજન દિનની ઉજવણી કરવામાં આવી

ફતેપુરાના પીપલારા પ્રાથમિક શાળા ખાતે માતૃ-પિતૃ દિનની ઉજવણી શાળાના પટાંગણમાં કરવામાં આવી હતી. ધો. – ૧ થી ધો. – ૮ ના બાળકોના માતપિતાને આમંત્રણ આપીને શાળાના સંકુલમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકોને આચાર્ય સોનલબેન પ્રજાપતિએ ભગવાન ગણેશજી અને કાર્તિકેયનું ઉદાહરણ આપીને માતાપિતાનું મહત્વ સમજાવતા કહ્યુ કે ભગવાન ગણેશજી અને કાર્તિકેયને તેમના માતા પિતા દ્વારા પૃથ્વીની ભ્રમણ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને કહ્યું કે જે પૃથ્વીની ભ્રમણ કરીને પ્રથમ આવે તે મારો ઉત્તમ દિકરો કહેવાય, ત્યારે કાર્તિકેય ઝડપથી પોતાના વાહન મોર ઉપર બેસીને પૃથ્વી ભ્રમણ કરવા નીકળી જાય છે, પરંતુ ગણેશજી માતપિતાની પૂજા કરીને તેમની પ્રદક્ષિણા કરીને તેમની સેવા કરે છે તેથી તેઓ માતપિતાને વહાલા થયા અને ગામેગામ તેની પૂજા-અર્ચના થવા લાગી. તેવી જ રીતે આપણે બધા વિદ્યાર્થીઓ પણ માત પિતાનું મહત્વ સમજીએ અને માતા-પિતાની સેવા કરી માતાની પૂજા-અર્ચના કરીએ અને તેમનું સન્માન કરીએ એવું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું. ત્યારબાદ બાળકો દ્વારા પોતાના માતા-પિતાને કુમકુમ તિલક કરી બાળકો દ્વારા પોતાના માતા-પિતાની પૂજા-અર્ચના કરવામાં આવી તેમજ આરતી પણ ઉતારવામા આવી હતી. આ સમયે  બાળકોના માતપિતાના આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments