દાહોદ જિલ્લાના ફતેપુરામાં દશામાતાની શોભાયાત્રાનુ ભવ્ય આયોજન ડબગર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રાવણ સુદ આઠમના દિવસે ડબગર સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, આ શોભાયાત્રા દશામાતાના મંદિર આગળથી પ્રસ્થાન કરવામાં આવી હતી. ભવ્ય શણગાર સાથે માતાજીના મંદિર થી પૂજા અર્ચના કરી શોભાયાત્રા ફતેપુરા નગરમાં મેન બજાર, ઝાલોદ રોડ, પાછલો પ્લોટ વિગેરે સ્થળો ઉપરથી શોભા યાત્રા પસાર થઈ હતી અને ડબગર સમાજના દરેક વ્યક્તિઓ ભાઈઓ બહેનો સર્વે પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા અને ઢોલ નગારા ડીજે ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં PSI પરમાર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ફતેપુરામાં ડબગર સમાજ દ્વારા દશા માતાની શોભાયાત્રા કાઢવામાં આવી
RELATED ARTICLES