- ફતેપુરામાં મહાનાયક બીરસા મુંડા જયંતિની દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી.
- આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરા ખાતે તા.૧૫/૧૧/૨૦૨૧ ને સોમવારના રોજ મહાનાયક બિરસા મુંડા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યાય રમેશભાઇ ભાભોર, પ્રદેશ ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પારગી, પંકજભાઈ પંચાલ, લાલાભાઇ સુવર, મંગળભાઈ પારગી, ચુનીલાલ ચરપોટ, મુકેશભાઇ પારગી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય મહાનાયક, ક્રાંતિકારી અને સ્વાતંત્ર સેનાની અને ભગવાનનું બિરુદ મેળવનાર બીરસા મુંડાની દેશ માટે અને સમાજ માટે કરાયેલ લડત અને ચળવળની વાત ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા દ્વારા જણાવવામાં આવી હતી.