Thursday, October 31, 2024
Google search engine
HomeUncategorizedફતેપુરામા દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી જેલના હવાલે કરવામાં આવ્યા, ત્રણ...

ફતેપુરામા દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી જેલના હવાલે કરવામાં આવ્યા, ત્રણ લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે

ફતેપુરા પીએસઆઇ જે.બી. તડવી તેમજ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઇંગલિશ દારૂ ઝડપી પાડ્યો.

ફતેપુરા પીએસઆઇ ને દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિઓ ને નેસ્ટ નાબૂદ કરવા ઉપલા અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી તે આધારિત પીએસઆઇ જે બી તડવી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત માહિતી મળતા સ્થળ ઉપર હાજર રહી તપાસ કરતા ઇંગ્લિશ દારૂ ના ખેપિયા ઝડપાઈ ગયા હતા

ફતેપુરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલો તાલુકો છે રાજસ્થાન રાજ્યમાં દારૂનું વેપાર માટેની છુટ્ટી આપેલી છે ત્યારે રાજસ્થાન રાજ્યમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે વારંવાર ખેપીયાઓ વધુ નફો મેળવવા અનેક પ્રયત્નો કરતા હોય છે ત્યારે આજરોજ ફતેપુરા તાલુકામાં બે ઇસમો દ્વારા ફતેપુરા થઈ ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હતા તે સમય દરમિયાન ફતેપુરાના પીએસઆઇ જે બી તડવીએ તેમને દબોચીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે
ફતેપુરા પીએસઆઇ જે બી તડવીને ખાનગી રહે ચોક્કસ બાતમી મળેલી કે રાજસ્થાન બોર્ડર તરફથી બે ઈસમો પોતાના કબ્જાની એક બ્લેક કલરની ડસ્ટર ગાંડી GJ 09 BD 7312 માં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ ફતેપુરા તરફ આવી રહ્યા છે તેવી બાતમી મળતા ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખીને બાતમી વાળી જગ્યા ઘુઘસ ગામે વોચ ગોઠવીને બેઠા હતા તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા બે ઈસરોને ઝડપી પાડી તેમનું નામ સરનામું પૂછતા ૧ ભરતભાઈ મોતીભાઈ મછાર રહે નિદકા પુર્વ ૨રમેશભાઈ જોતીભાઈ નિસરતા રહે ઢઢેલા જણાવ્યું હતું તેમની ગાડીમાં ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૦૪ બોટલ જેની કુલ કિંમત ₹ ૨૫૮૪૦નો પ્રોહી મુદ્દા માલ તથા એક બ્લેક કલરની ડટસ્ટર ગાડી જેની કિંમત ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા મળી કુલ ૩૭૫૮૪૦/- નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments