Sabir Bhabhor – Fatepura
સમગ્ર ગુજરાતમા તા.31/12/2015 થી 04/01/2015 સુધી તાલુકા દીઠ રવિ કૃષિ મહોત્સવ ના આયોજન ના ભાગરુપે આજરોજ ફતેપુરા એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે માન.મંત્રી શ્રી કાંતિભાઈ ગામિત ની અધ્યક્ષતા કૃષિ મેળા નુ આયોજન કરવામા આવ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના મુખ્ય મથકે એ.પી.એમ.સી ગ્રાઉન્ડ મા રવિ કૃષિ મહોત્સવ રાખવામા આવેલ જેમા અધ્યક્ષ સ્થાને રા.ક. મંત્રી શ્રી કાંતિભાઈ ગામિત, ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા, ફતેપુરા તા.પં.પ્રમુખ ગીતાબેન ડામોર, તેમજ અન્ય અધીકારી ઓ ઉપસ્થિત રહયા હતા.
કાર્યકમ મા હાજર ખેડુતો ને કૃષિ વૈજ્ઞાનિકો દ્રારા રવિપાક તેમજ ખેતિ વિષે માહિતી આપવામા આવી હતી. મંત્રી શ્રી એ પોતાના પ્રવચન મા સરકાર તરફ થી ખેડુતો ને મળતી યોજનાઓ વિશે માહિતગાર કરયા હતા અને સમાજ પ્રસરી રહેલ દુષણ અને વ્યસનો થી દુર રહેવા આહૄવાન કર્યુ હતુ . અને એ.જી.આર 3 યોજના હેઠળ વિવિધ સાધન સામગ્રી માટે લાભાર્થીઓને કુલ રુ. 81343 ના ચેકો તેમજ ખેત તલાવડી ના વર્કઓર્ડર નુ વિતરણ કરવામા આવ્યુ હતુ. તેમજ ત્યા લાગેલ ખેતિ વિષયક વિવિધ સ્ટોલ ની મુલાકાત લઇ ખેડુતો એ જરુરી માહિતી મેળવી હતી.