PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરામાં ઝેર ડુંગર વચ્ચેથી પસાર થતી વલય નદીમા વધુ વરસાદના કારણે પુલ ઉપરથી પાણી વહેતુ થતાં વધુ પાણી આવવાથી કોઈ હોનારત ન સર્જે તેની કાળજી લઇ સમય સૂચકતા વાપરી ફતેપુરા પોલીસ P.S.I. હાર્દિક દેસાઈ દ્વારા રસ્તો બંધ કરી બેરીકેટ મૂકી પોલીસના માણસો મૂક્યા હતા. જેથી કોઈ અવરજવર ના કરી શકે અને કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેનું ધ્યાન આપી પોલીસે સારી કામગીરી કરી હતી.