APLESH VAHUNIYA SUKHSAR
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં સુખસર ગામના સીમાડે રાજેશભાઈ મનાભાઈ કટારા રહે. આશપુર તા. ફતેપુરા એ ચુનીયાભાઇ ગજાભાઈ બામણીયા રહે. મોટા નટવા તા. ફતેપુરા કે જેઓ ખેતીનો ધંધો કરે છે તેઓને આજ રોજ આશરે ૨ વાગ્યાના સુમારે પેસેંજર ભરવાનો વારો મારો છે તેમ કહી ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ માથાના ઉપરના ભાગે લોખંડની પાટલી મારી અને અને દિનેશભાઇ ગણાવા રહે. આફવા તા. ફતેપુરાએ ગાડદાપાટુનો માર મારી બંને જણાએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદથી ગુન્હો કર્યો હતો. આ બનાવની ફરિયાદ ચુનીયાભાઇ ગજાભાઈ બામણીયા રહે. મોટા નટવા તા. ફતેપુરાએ સુખસર પોલીસ સ્ટેશને કરતાં ASI પારસિંગભાઇ કમજીભાઇએ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી બનાવની તપાસ કરી હતી.