Friday, January 24, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકા કન્યા શાળામાં ONGC દ્વારા નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું

ફતેપુરા તાલુકા કન્યા શાળામાં ONGC દ્વારા નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

સમગ્ર વિશ્વમાં અને આપણા ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના મહામારીના કારણે શિક્ષણ ઉપર માઠી અસર પડી છે, ત્યારે ONGC દ્રારા ગરીબ બાળકને ભણવા માટેના જરૂરી સાધનો પૂરા પાડયા હતા. તેમજ ગરીબ પરિવારની બાળાઓને નોટો તેમજ પુસ્તકનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.

ONGC, અમદાવાદ દ્વારા ટ્રાયબલ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે શિક્ષણ કાર્ય બિલકુલ ઠપ થઇ ગયુ છે, ત્યારે ઓનલાઇન શિક્ષણને પ્રાધાન્ય આપી ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગરીબ બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે જરૂરી સાધનો ન હોવાના કારણે શિક્ષણ કાર્ય કરી શકવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે અખિલ ભારતીય અનુસૂચિત જનજાતિ કર્મચારી કલ્યાણ સંઘ અમદાવાદ દ્વારા આવા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તે પ્રશંસનીય બાબત ગણી શકાય. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે ફતેપુરા તાલુકા કન્યા શાળામાં નોટો અને પુસ્તકોનો વિતરણ કાર્યક્રમ આચાર્ય દિનેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય કાંતિભાઈ રૂપાભાઈ ચમાર વિગેરે હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments