દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના મેઈન બજાર, પાછલા પ્લોટ વિસ્તારમાં રખડતા છુટા મૂકી દીધેલા આખલાઓ દ્વારા અનેક વાર જંગ જોવા મળી હતી અને બ્લૂ ફાઈટ થતા એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને પહેલા પણ બે જણને ફંગોળીને ફેંકી દેતા સારવાર દરમિયાન બે માણસો મૃત્યુ થયેલ હતા છતાં પણ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રની આંખો કેમ ખુલતી નથી તેઓ શાની રાહ જોઈ રહ્યા છે.
મળેલ માહિતી અનુસાર ફતેપુરા નગરમાં મોડી સાંજે બે બળદો સામસામે આવી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નગરમાં વારંવાર રખડતા ઢોરોના ત્રાસના કારણે નગરનાં લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે આજે તા.૨૮/૦૨/૨૦૨૨ ને સોમવારના રોજ ફરીથી બે બળદો સામસામે આવી જતા એક વ્યક્તિને ઘાયલ કરી નાખ્યો હતો. ફતેપુરા નગરમાં રખડતાં ઢોરના કારણે અવાર નવાર આમ જનતા પરેશાન થઈ રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા પણ ઘુઘસ રોડ વિસ્તારમાં એક વ્યક્તિને રખડતા ઢોરે સીંગડામા ફેરવી ફેંકી દેતા ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરતા ૧૬ થી ૧૭ ટાંકા આવ્યા હતા. ત્યારે આજ રોજ ફરી પાછલા પ્લોટ વિસ્તારમાં એ બળદો સામસામે આવી જતા રસ્તે ચાલતા એક નાગરિકને ઘાયલ કરી નાખ્યો હતો ઘાયલ થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી જતા આબાદ બચાવ થયો તો રસ્તા પર મુકેલા વાહનોને પણ નુકસાન થયું હતું ત્યારે આવા રખડતા ઢોરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ગામમાં આવી રીતના નવા આખલાઓ ક્યાંથી આવે છે અને બે દિવસમાં એ જતાં રહે છે અને ફરી બીજા આવી જાય છે તો આના પાછળ કોણ જવાબદાર છે અને ક્યાંથી આવે છે તે પણ તંત્ર દ્વારા તપાસ કરાય એવું ચર્ચાઈ રહ્યું છે અને ગામમાં કોઈ મોટી હોનારત ન થાય તે માટે યોગ્ય પગલા ગ્રામ પંચાયત તેમજ વહીવટીતંત્ર દ્વારા લેવાય તેવી ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે.