દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરમાં આગામી હોળી – ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે P.S.I. સી.બી. બરંડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આગમી હોળીના અને ધૂળેટીના પર્વને લઇને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભાઈચારો જળવાઈ રહે અને હોળી અને ધુળેટીનો પર્વ શાંતિમય રીતે ઉજવણી થાય અને સરકારશ્રીના જાહેરનામાનો ભંગ ન થાય તે હેતુથી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ફતેપુરા નગરના મોટી સંખ્યામાં દરેક સમાજના વેપારીઓ તેમજ ગામના નાગરિકો અને ફતેપુરાના સરપંચ હાજર રહ્યા હતા