NewsTok24 – Sabir Bhabhor – Fatepura
ફતેપુરા ને તાલુકાનો દરજ્જો મળ્યા બાદ વર્ષો વિત્યા પછી નવિન બસ સ્ટેશન બન્યુ પરંતુ ઉખરેલી રોડ પર થી બસ સ્ટેશન જવાના માર્ગ ઉપર મોટો ખાડો પડેલ છે અને તેમા ગંદુ પાણી ભરાઈ રહે છે. તેમજ ઉખરેલી રોડ થી બસ સ્ટેશન સુધીનો અડધો કિ.મી. નો રસ્તો પણ આજદીન સુધી બનાવા મા નથી આવ્યો જેના કારણે લોકો ને અવર જવર મા ખુબ મુશ્કેલી પડી રહી છે. છતાપણ તંત્ર ના પેટ નુ પાણી નથી હલતુ. તંત્ર દ્રારા આ રસ્તા ની કામગીરી તાત્કાલીક કરવામા એવી ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે.
જયારે સામે દિવાળીનો તેહવાર આવે છે તેવા સમય જયારે સમગ્ર રાજ્ય નહિ પણ દેશ માં જો આવાર્શિક મોટા તેહેવારો ને ધ્યાનમાં રાખી સમારકામો અને સુધરાઈ કામો થતા હોઈ તું શું ફતેપુરા માં નાં થઇ શકે ? તો પછી કેમ હજી સુધી તંત્ર આ બાબતે આડા કરી રહ્યું છે. જો લાંબા સમય થી આ પર હોય તો તેને તાત્કાલિક પૂરી અને લોકો અને વેપારીયો ની અગવડ દૂર કરવામાં આવે નહિ તો લોકો એ તંત્ર વિરુદ્ધ મેદાને પડવાની ફરજ પડશે તેવું ફતેપુરા નાં લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.