દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની પોલીસને દારૂબંધીના કડક અમલ અને દારૂ, જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા ઉપરી અધિકારીઓની કડક સુચના અને માર્ગદર્શન આપેલ જેના આધારે ફતેપુરા PSI સી.બી. બરંડા અને સ્ટાફના માણસો કલ્પેશભાઈ ડાહ્યાભાઈ, પર્વતભાઈ રામસિંગભાઈ, અર્જુનભાઈ શંકરભાઈ, જીતેન્દ્રભાઈ ચુનિયાભાઈ વગેરે ખાનગી વાહનમાં નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા ત્યારે ખાનગી બાતમી મળેલ કે નારસિંગ વેલજી વળવાઇ તેના ઘરે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો ચોરી છૂપી રીતે વેચાણ કરે છે. જેથી પંચોના બે માણસો સાથે રાખી બાતમીના આધારે નારસિંગ વળવાઈના ઘરે જતા તે મળી આવેલ હતો તેમજ તેના રહેણાંકના મકાનમાં બેટરીના અજવાળે તપાસ કરી ઝડતી કરતા પ્લાસ્ટિકની થેલીમાં 4 (ચાર) અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવેલી તે બોટલો નંગ 236 અને એની કિંમત રૂ 28880 નો મુદ્દામાલ સાથે નારસિગ વેલજી વળવાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પોલીસે કરેલ છે.
તો વધુ એક બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળેલ કે રાજસ્થાન તરફથી બજાજ પલ્સર મોટરસાયકલ GJ 09 CF 6055 ઉપર બે ઈસમો રાજસ્થાન તરફથી દારૂનો જથ્થો લઈને આવે છે. આ બાતમીના આધારે જગોલા માળમાં પોલીસ બે પંચો સાથે વોચમાં ઊભા રહીને ઉપર મુજબના વર્ણનની મોટરસાયકલ નજીક આવતાં ઉભી રખાવેલી, જે મોટરસાયકલની પાછળ બેઠેલી ઈશમ વિમલનો થેલો જમીન ઉપર મૂકી અંધારામાં ઝગોલા માળના ડુંગરાળ વિસ્તારમાં નાસી છુટેલ ત્યારબાદ વિમલના થેલામાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂ તથા પ્લાસ્ટિકના ક્વાટર્ બોટલો નંગ 216 મળેલ જેની કિંમત રૂ 25920/- તથા મોબાઇલ 5000/- અને મોટર સાયકલની કિંમત રૂ. ૩૦ હજાર મળી કુલ કિંમત રૂ. 60920/- ના મુદ્દામાલ સાથે આરોપી સુભાષ સવજી ગરાસીયા, રહે. નવા તળાવનાઓને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આમ ફતેપુરા PSI સી.બી. બરંડા અને સ્ટાફના માણસો દ્વારા દારૂ-જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જેથી દારૂનો ધંધો કરનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે.